ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ડૉ. પ્રશાંત વઝીરાણીની ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ડૉ. પ્રશાંત વઝીરાણીની ધરપકડ
Blog Article
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)નો ખોટી રીતે લાભ લેવા માટે બિનજરૂરી એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવાના કેસમાં પોલીસે ત્રણ FIR દાખલ કરી હતી અને હૃદયની સર્જરી કરનાર ડૉક્ટરની ધરપકડ કરી હતી.
શહેરની વસ્ત્રાપુર પોલીસે બુધવારે રાત્રે કેસ નોંધ્યા હતા અને મુખ્ય આરોપી અને કાર્ડિયોલોજિસ્ટ ડૉ. પ્રશાંત વઝિરાણીની ગુરુવારે સવારે ધરપકડ કરી હતી. ડૉ. પ્રશાંત વઝિરાણીએ ખ્યાતી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં પીડિતોની એન્જિયોપ્લાસ્ટી કરી હતી. વઝીરાણી આ એફઆઈઆરમાં અન્ય ચારને વ્યક્તિના નામ દાખલ કરાયા છે. અન્ય આરોપીઓની ઓળખ ખાનગી હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ, સીઈઓ ચિરાગ રાજપૂત અને ડિરેક્ટર રાજશ્રી કોઠારી અને ડૉ. સંજય પટોલિયા તરીકે કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર આ આરોપીઓએ “આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ નાણાકીય લાભ મેળવવાનું કાવતરું ઘડ્યું હતું જેના કારણે બે વ્યક્તિના મોત થયા હતા. આ હોસ્પિટલમાં સરકારની આ મેડિકલ યોજનાનો લાભ ખાટવા માટે કડીના બોરિસણા ગામે ફ્રી મેડિકલ કેમ્પ યોજ્યો હતો અને 19 દર્દીઓને અમદાવાદમાં બોલવીને તેમની એન્જિયોગ્રાફી કરી હતી. સાત દર્દીની બિનજરૂરી એન્જિયોપ્લાસ્ટી પણ કરાઈ હતી. તેમાંથી મહેસાણા જિલ્લાના નાગરભાઈ સેનમા (59) અને મહેશ બારોટ (45)નું મોત થયું હતું.
એફઆઈઆર મુજબ આ સર્જરીની જરૂર ન હોવા છતાં સરકારની યોજનાનો લાભ લેવા માટે બે વ્યક્તિઓની ધમનીઓમાં એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી અને સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતા.વધુમાં, આ દર્દીઓને ઓપરેશન પછી યોગ્ય સારવાર અપાઈ ન હતી.